થોડું અંતરમાં જ્યાં અંતર રહ્યું, અંતરમાં થોડું અંતર એ તો પાડી ગયું
ના બોલવાનું તો જ્યાં બોલાઈ ગયું, ના કહેવાનું તો જ્યાં કહેવાઈ ગયું - અંતરમાં...
વર્તનમાં તો જ્યાં શંકાનું બીજ તો જડી ગયું, કાળજું એ તો કોરી ગયું - અંતરમાં...
મહેચ્છાઓની વચ્ચે જ્યાં કોઈ આવી ગયું, રસ્તા પ્રગતિના જ્યાં કોઈ રોકી ગયું - અંતરમાં...
સમજાવટ તો જ્યાં સમસ્યા ઊભી કરી ગયું, ના ઇલાજે સહન તો જ્યાં કરવું પડ્યું - અંતરમાં...
અપમાનની ચોટ હૈયું જ્યાં કોરી ગયું, સહનશીલતાની દોરી જ્યાં એ તોડી ગયું - અંતરમાં...
જિદમાં હૈયું જ્યાં સંકળાઈ ગયું, નિરાશામાં જ્યાં એ અટવાઈ ગયું - અંતરમાં...
સ્વાર્થમાં જ્યાં સ્વાર્થથી ટકરાઈ ગયું, ઉપાય ના જ્યાં એનું કાઢી શક્યું - અંતરમાં...
કોશિશોની કરામત તો જ્યાં તૂટી, પાયા મહેલના એ હચમચાવી ગયું - અંતરમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)