Hymn No. 2761 | Date: 14-Sep-1990
|
|
Text Size |
 |
 |
ખોલીને પોથી કર્મોની તો તું તારી, નાંખ એક નજર એના પર તો તું તારી
Kholine Pothi Tu Toh Karmoni Toh Taari, Naakh Ek Najar Ena Par Toh Tu Taari
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
ખોલીને પોથી કર્મોની તો તું તારી, નાંખ એક નજર એના પર તો તું તારી પડતો ના અચરજમાં તો તું જોઈને રે એને, છે એ તો તારાજ કર્મોની તો યાદી કર્યો કેટલો, ક્યારે ને કેટલીવાર ક્રોધ તો જીવનમાં, મળશે તને તો એની તો યાદી માંડજે સરવાળો તો તું, ડૂબ્યો ક્યારે ને કેમ, લોભ લાલચમાં, જોઈને તું એમાંથી અકારણ કર્યા દુઃખી કોને, કેટલા ને ક્યારે, મળી આવશે બધું તને તો એમાંથી મળશે તને તો એમાંથી જોવા, જાગી કેમ ને કેટલી પુણ્યવૃત્તિઓ તારી કરી સંગ્રહ જીવનમાં તેં ખોટો, રાખ્યા વંચિત જગમાં તેં કેટલા નર ને નારી રાખી વિશ્વાસ ખોટાં તો હૈયે, સરવાળો ખોટો તો એમાં, જો જરા પોથી તારી ઉઘાડી છોડયું મારું તારું, જીવનમાં સાચું, કેટલું ને કેટલી વાર, માંડ જરા એની તો ગણતરી રાખ્યું કેટલી વાર મન તેં સ્થિર ધ્યાનમાં, જપમાં કે પૂજનમાં મળશે તને એની તો યાદી કર્યા યત્નો કેટલાં, મનથી પ્રભુને તો પામવા, જો જરા પોથી તારી તો ઉઘાડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|