Hymn No. 2762 | Date: 14-Sep-1990
|
|
Text Size |
 |
 |
મૂકી છે રે વહેતી, જીવન નાવડી સંસાર સાગરે, રાખજે રે માડી, એને તો તું તરતી ને તરતી ઊછળતાં મોજાઓ ને વહેતાં વાયરામાં રે માડી, જોજે તું વળી ના જાય એતો ઊંધી દિવસના અજવાળે ને રાતના અંધારે રાખજે રે માડી, એને તો તું, તરતી ને તરતી ચારેકોર છે પાણી, વચ્ચે છે મારી નાવડી, હૈયે રહેજે રે તું રે માડી, રાખજે એને તો તું, તરતી ને તરતી નથી જાણતો હું ચાલે છે કઈ દિશામાં રે માડી, રાખજે રે એને તો તું, તરતી ને તરતી જળ તો છે ઊંડા, હાલ છે બૂરા જોજે ડૂબે એમાં ના નાવડી, રાખજે એને તો તું, તરતી ને તરતી મનડું મૂંઝાયે, ગભરાટ છે હૈયે, કર દૂર એને રે માડી, રાખજે એને તો તું, તરતી ને તરતી નથી નજરમાં કિનારો, માગું તારો સહારો રે માડી, રાખજે એને તો તું, તરતી ને તરતી નથી નજરમાં મંઝિલ, નથી નજરમાં આવતી તું રે માડી, રાખજે એને તો તું, તરતી ને તરતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|