રહ્યા છીએ ભૂલો કરતા રે અમે, કરતા રહેશો ભૂલ જો તમે
પ્રભુજી રે વહાલાં, તમારામાં ને અમારામાં, ફરક તો શું રહેશે
કરીને પાપ, અમે તો છુપાતાં રે ફરીએ, રહી નિષ્પાપ, છૂપતાં તમે જો રહેશો - પ્રભુજી...
કરી નથી શક્તા, જલદી માફ તો અમે, આપતાં માફી, અચકાશો જો તમે - પ્રભુજી...
કસોટી અમારી તો, સદા કરતા રહેશો, વિપતકાળે વિખૂટાં જો રહેશો - પ્રભુજી...
રહીએ ભૂલતાં, માયામાં તને તો અમે, તમે અમને તો જો, ભૂલતાં રહેશો - પ્રભુજી...
કહો છો, અમને દયા કરતા તો રહો, જો દયાથી તમારી, વંચિત રાખશો - પ્રભુજી...
જાગો છો રાતદિન તો તમે, નીંદરથી વંચિત રાખશો જો અમને - પ્રભુજી...
રહો છો જ્યાં નિત્ય આનંદમાં તો તમે, રાખશો ના આનંદથી વંચિત અમને - પ્રભુજી...
જાણો છો જગમાં જ્યાં સહુ કોઈને તો તમે, ના જણાવશો જો અમને - પ્રભુજી...
ખચકાતાં નથી દર્શન દેતા અમે તો તમને, ખચકાવ છો શાને દેતા રે તમે - પ્રભુજી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)