Hymn No. 2764 | Date: 16-Sep-1990
છે ભેદ એવાં કેવાં તારા રે માડી, ના ભેદ જલદી કોઈ તારા તો પામ્યું
chē bhēda ēvāṁ kēvāṁ tārā rē māḍī, nā bhēda jaladī kōī tārā tō pāmyuṁ
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1990-09-16
1990-09-16
1990-09-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13753
છે ભેદ એવાં કેવાં તારા રે માડી, ના ભેદ જલદી કોઈ તારા તો પામ્યું
છે ભેદ એવાં કેવાં તારા રે માડી, ના ભેદ જલદી કોઈ તારા તો પામ્યું
રહી અગમ્ય ને અગોચર જગમાં, એનાથી જગમાં તને તો શું મળ્યું
રાખી ફરતા જગમાં, સહુને તો માયામાં, દોડી પાછળ એની, તારું તો શું વળ્યું
દેખી દુઃખી જગને, દુઃખી શું તું નથી થાતી, દુઃખનું સર્જન શાને તેં કર્યું
વિયોગમાં રાખી બાળને તો તારા, વિયોગમાં તારે ખુદને પણ રહેવું પડ્યું
ભાવમાં નાખી બાળને તો તારા, ભાવને ઠેસ પહોંચાડવું તને કેમ ગમ્યું
ગોતવા જાતાં ભેદ તો તારા, મનડું તો ભેદમાં ખૂબ ગૂંચવાઈ જાતું
મૂંઝવવા અમને ચાલ ચાલે તું એવી, તને આવું કરવું તો કેમ ગમ્યું
આવીયે દોડતાં તારી પાસે તો અમે, નાખવા અંતરાય એમ, કેમ તને ગમ્યું
રહેવું ગમતું હોય એકલું તને રે માડી, આ વિશ્વને શાને તેં સર્જ્ય઼ું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē bhēda ēvāṁ kēvāṁ tārā rē māḍī, nā bhēda jaladī kōī tārā tō pāmyuṁ
rahī agamya nē agōcara jagamāṁ, ēnāthī jagamāṁ tanē tō śuṁ malyuṁ
rākhī pharatā jagamāṁ, sahunē tō māyāmāṁ, dōḍī pāchala ēnī, tāruṁ tō śuṁ valyuṁ
dēkhī duḥkhī jaganē, duḥkhī śuṁ tuṁ nathī thātī, duḥkhanuṁ sarjana śānē tēṁ karyuṁ
viyōgamāṁ rākhī bālanē tō tārā, viyōgamāṁ tārē khudanē paṇa rahēvuṁ paḍyuṁ
bhāvamāṁ nākhī bālanē tō tārā, bhāvanē ṭhēsa pahōṁcāḍavuṁ tanē kēma gamyuṁ
gōtavā jātāṁ bhēda tō tārā, manaḍuṁ tō bhēdamāṁ khūba gūṁcavāī jātuṁ
mūṁjhavavā amanē cāla cālē tuṁ ēvī, tanē āvuṁ karavuṁ tō kēma gamyuṁ
āvīyē dōḍatāṁ tārī pāsē tō amē, nākhavā aṁtarāya ēma, kēma tanē gamyuṁ
rahēvuṁ gamatuṁ hōya ēkaluṁ tanē rē māḍī, ā viśvanē śānē tēṁ sarjya઼uṁ
|