Hymn No. 2765 | Date: 17-Sep-1990
|
|
Text Size |
 |
 |
છે વિવિધ ધારાઓ તો જગમાં, કઈ ધારામાં નહાવું તારે, નક્કી તેં કર્યું નથી નીકળી છે ધારા બધી તો પ્રભુચરણમાંથી, આનંદ દીધા વિના રહેતી નથી નહાવું છે તારે, નક્કી કરવાનું છે તારે, એમાં પડયા, નાહી શકાવાનું નથી રહેશે ના મન તારું જે ધારામાં, એ ધારામાં તારું કાંઈ વળવાનું નથી જે ધારા, તારું મન ના ધોઈ શકે, એ ધારા કામ તને લાગવાની નથી સમયની ધારા રહે વહેતી ને વહેતી, ચૂકીશ જ્યાં એ ધારા, તારું કાંઈ વળવાનું નથી પવિત્ર તો છે પ્રેમની ધારા, હૈયે એમાં નાહ્યા વિના કાંઈ મળવાનું નથી ભક્તિની ધારા તો છે ઊંચી પ્રભુની પાસે, પહોંચાડયા વિના એ રહેવાની નથી જ્ઞાનની ધારા ભી તો છે સાચી, અજ્ઞાનને દૂર કર્યા વિના એ રહેવાની નથી ભાવની ધારા તો છે ઊંચી, પ્રભુને નજદીક લાવ્યા વિના એ રહેવાની નથી કર્મની ધારા છે અટપટી, પ્રભુના ચરણ વિના કાંઈ એ અટકતી નથી ધ્યાનની ધારા તો છે ગંભીર, પ્રભુને લક્ષ્યમાં લાવ્યા વિના એ રહેતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|