Hymn No. 2772 | Date: 20-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-20
1990-09-20
1990-09-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13761
અહં મારું હૈયાનું મિટાવી દો, અભિમાન હૈયાનું તો હટાવી દો
અહં મારું હૈયાનું મિટાવી દો, અભિમાન હૈયાનું તો હટાવી દો હટે ના વિશ્વાસ તો તારામાં, પ્રભુજી રે વ્હાલા, એવો વિશ્વાસ ટકાવી દો તૂટું ના જીવનમાં, કોઈ શક્તિઓમાં, શક્તિ એવી તો ભરી દો - હટે... હારું ના હિંમત, કરતા સામનો જીવનમાં, હિંમત એવી તો ભરી દો - હટે... છોડું ના તારી સાધના, સિદ્ધિ મેળવ્યા વિના, ધીરજ એવી તો ભરી દો - હટે... સહુને ગણુ સુખદુઃખ જીવનમાં સરખું રે, સમતા એવી તો ભરી દો - હટે... દઉં જીવનમાં સાથ સદા તો સત્યને રે, સમજણ એવી તો ભરી દો - હટે... થાઊં ના વિચલિત, ડૂબું ના નિરાશામાં, કૃપા તમારી એવી કરી દો - હટે... યાચું ના દયા, જીવનમાં તો અન્યની, દયામય, દયા એવી તો કરી દો - હટે... જોઉં તને અન્યમાં ને મુજમાં, કૃપાળુ રે પ્રભુ, દૃષ્ટિ એવી તો દઈ દો - હટે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aham maaru haiyanum mitavi do, abhiman haiyanum to hatavi do
hate na vishvas to taramam, prabhuji re vhala, evo vishvas takavi do
tutum na jivanamam, koi shaktiomam, shakti evi to bhari do - hate ...
harum na himmata, karamata sam, himmata evi to bhari do - hate ...
chhodum na taari sadhana, siddhi melavya vina, dhiraja evi to bhari do - hate ...
sahune ganu sukh dukh jivanamam sarakhum re, samata evi to bhari do - hate ...
daum jivanamam saath saad to satyane re, samjan evi to bhari do - hate ...
thaum na vichalita, dubum na nirashamam, kripa tamaari evi kari do - hate ...
yachum na daya, jivanamam to anyani, dayamaya, daya evi to kari do - hate. ..
joum taane anyamam ne mujamam, kripalu re prabhu, drishti evi to dai do - hate ...
|