Hymn No. 2773 | Date: 20-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-20
1990-09-20
1990-09-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13762
છે વિહરતી સદાયે જગમાં તું રે માડી, નથી રોકટોક તને કોઈની રે માડી
છે વિહરતી સદાયે જગમાં તું રે માડી, નથી રોકટોક તને કોઈની રે માડી અમારી પાસે આવતા રે માડી, વાર તેં તો શાને લગાડી (2) સદા જગ પર તો છે તું તો કૃપા કરનારી, હે કૃપાળી, કૃપા યાચીએ અમે તો તારી તારી દયા તો છે જગમાં જાણીતી, હે દયાળી, નવરાવો અમને દયામાં તો તારી સારા જગ પર વરસે છે તારી પ્રેમની તો ધારા, ન્હાવા દેજે એમાં અમને તો માડી છે જગની ચિંતા તો તું કરનારી, હે ચિંતા હરનારી, સોંપી છે તને ચિંતા તો અમારી હરજે તું અંધકાર હૈયાના, હે સિધ્ધમા રે માડી, છે સદા તું તો પ્રકાશ પાથરનારી જગની શક્તિનો સ્રોત છે તું તો માડી, રાખજે ના વંચિત, તારી શક્તિથી અમને માડી છે જગની તું તો તારણહારી, હે ભવાની, બનજે આજ અમને તો તારનારી છે ઘટઘટમાં તો તું વસનારી, વસજે અમારે હૈયે સદા તું તો માડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chē viharatī sadāyē jagamāṁ tuṁ rē māḍī, nathī rōkaṭōka tanē kōīnī rē māḍī
amārī pāsē āvatā rē māḍī, vāra tēṁ tō śānē lagāḍī (2)
sadā jaga para tō chē tuṁ tō kr̥pā karanārī, hē kr̥pālī, kr̥pā yācīē amē tō tārī
tārī dayā tō chē jagamāṁ jāṇītī, hē dayālī, navarāvō amanē dayāmāṁ tō tārī
sārā jaga para varasē chē tārī prēmanī tō dhārā, nhāvā dējē ēmāṁ amanē tō māḍī
chē jaganī ciṁtā tō tuṁ karanārī, hē ciṁtā haranārī, sōṁpī chē tanē ciṁtā tō amārī
harajē tuṁ aṁdhakāra haiyānā, hē sidhdhamā rē māḍī, chē sadā tuṁ tō prakāśa pātharanārī
jaganī śaktinō srōta chē tuṁ tō māḍī, rākhajē nā vaṁcita, tārī śaktithī amanē māḍī
chē jaganī tuṁ tō tāraṇahārī, hē bhavānī, banajē āja amanē tō tāranārī
chē ghaṭaghaṭamāṁ tō tuṁ vasanārī, vasajē amārē haiyē sadā tuṁ tō māḍī
|