રહેલા દેવને મારામાં તો, જાણી, પૂજન તો એનું કરવું છે
જાગતા રાક્ષસોને મારામાં, શિકસ્ત આજ તો દેવી છે
આવે રાક્ષસો કદી ઉપર, કદી હાથ દેવના ઉપર આવે છે
સનાતન યુદ્ધ આ રહ્યું છે ચાલતું મુજમાં, જીત એમાં મેળવવી છે
કરી શક્તિની આરાધના તારી રે માડી, સામનો એનો કરવો છે
ખેંચતાણ ચાલે બંનેની તો મુજમાં, કદી આ, કદી તે, ખેંચી જાય છે
થઈ છે હાલત બૂરી, એમાં ખૂબ મારી, હવે વિજય એમાં મેળવવો છે
એકત્ર બળ તો છે ખૂબ એનું, એક-એક કરી દૂર એને કરવા છે
હાથ દેવના ઉપર લાવી, પૂજન શાંતિથી તો એનું કરવું છે
ફરી ના જાગે, નડે ના જોર રાક્ષસોનું, સદા જાગૃત એમાં તો રહેવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)