1990-09-20
1990-09-20
1990-09-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13764
મુજ બળહીનને પહોંચતા તારી પાસે, અટકાવવા વાપરીશ જો શક્તિ તું માડી

અરે એમાં તો હું જીતીશ, થાશે એમાં હાર તો તારી (2)
ગણે છે બાળક મને તું માડી, અટકાવે છે મને શાને, આવતા પાસે તો તારી
છું એક તો હું, મનથી રે વિચલિત,વધુમાં દે છે મનડું મારું તો ભમાવી
પડું, આખડું, થાઊં ઊભો, ફરી પાછો મને દે છે તું શાને ગબડાવી
રાખી વિશ્વાસ તુજમાં, વધુ છું હું આગળ, શાને દે છે મને એમાં ગભરાવી
કરતો રહું છું સહન તો જ્યાં દુઃખ, દે ત્યાં તો તું, દુઃખની વણઝાર ઊભી કરી
બેસું જ્યાં હું તારી પાસે રે જ્યારે, દે જગની યાદ બધી ત્યારે તો અપાવી
કરતો નથી હું તો ફરિયાદ તારી, રાખજે ના તારા મનમાં ફરિયાદ મારી
એક દિવસે પડશે લેવો તારે મને તો ખોળે, દેજે ના આ વાત વિસરાવી
ભાગ્ય ઘડનારી તો છે તું માડી, દેજે મારું ભાગ્ય હવે તો સુધારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
muja balahīnanē pahōṁcatā tārī pāsē, aṭakāvavā vāparīśa jō śakti tuṁ māḍī
arē ēmāṁ tō huṁ jītīśa, thāśē ēmāṁ hāra tō tārī (2)
gaṇē chē bālaka manē tuṁ māḍī, aṭakāvē chē manē śānē, āvatā pāsē tō tārī
chuṁ ēka tō huṁ, manathī rē vicalita,vadhumāṁ dē chē manaḍuṁ māruṁ tō bhamāvī
paḍuṁ, ākhaḍuṁ, thāūṁ ūbhō, pharī pāchō manē dē chē tuṁ śānē gabaḍāvī
rākhī viśvāsa tujamāṁ, vadhu chuṁ huṁ āgala, śānē dē chē manē ēmāṁ gabharāvī
karatō rahuṁ chuṁ sahana tō jyāṁ duḥkha, dē tyāṁ tō tuṁ, duḥkhanī vaṇajhāra ūbhī karī
bēsuṁ jyāṁ huṁ tārī pāsē rē jyārē, dē jaganī yāda badhī tyārē tō apāvī
karatō nathī huṁ tō phariyāda tārī, rākhajē nā tārā manamāṁ phariyāda mārī
ēka divasē paḍaśē lēvō tārē manē tō khōlē, dējē nā ā vāta visarāvī
bhāgya ghaḍanārī tō chē tuṁ māḍī, dējē māruṁ bhāgya havē tō sudhārī
|