Hymn No. 2779 | Date: 21-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-21
1990-09-21
1990-09-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13768
છું હું ભૂલોનો ભંડાર માડી, એકરાર એનો તો કરું છું
છું હું ભૂલોનો ભંડાર માડી, એકરાર એનો તો કરું છું નમ્રભાવે તને નમન કરીને માડી, તારી પાસે આવ્યો છું વિતાવ્યો છે વ્યર્થ સમય ઘણો જીવનમાં, સ્વીકાર એનો કરું છું સાચી ખોટી પકડી રાહો, ભટકતો જીવનમાં, હું તો રહ્યો છું કર્યા કાળા ધોળા જીવનમાં, હેરાન કર્યા અનેકને ઘણા, માફી એની માગું છું અહંમા છક્યો, અભિમાને વક્રર્યે, ડંખ એનો હૈયે તો ધરાવું છું લાખ કોશિશે ના પલટાયું ભાગ્ય મારું, કર્મની ગૂંથણી સ્વીકારું છું ખુદને અનુભવ દુઃખનો મળતાં, અન્યનું દુઃખ હવે સમજું છું જનમ જનમથી રાખી તને દૂરને દૂર, નિકટતા તારી હવે ચાહું છું દિલ ઢંઢોળતા ઊડે યાદની ધૂળો, સાફ એને તો કરતો જાઉં છું રહેજે સદા તું મારી નજરમાં, નજર એવી તારી પાસે માગું છું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chu hu bhulono bhandar maadi, ekaraar eno to karu chu
nanrabhave taane naman kari ne maadi, taari paase aavyo chu
vitavyo che vyartha samay ghano jivanamam, svikara eno karu chu
sachi khoti pakadi raho, bhatakato
jivanam karya anek ne ghana, maaphi eni maagu chu
ahamma chhakyo, abhimane vakrarye, dankha eno haiye to dharavum chu
lakh koshishe na palatayum bhagya marum, karmani gunthani svikarum chu
khudane anubhava dur khumathum, chu khudane, anyi janu damathava, anyi
janu damathama duhhakhano have chahum chu
dila dhandholata ude yadani dhulo, sapha ene to karto jau chu
raheje saad tu maari najaramam, najar evi taari paase maagu chu
|