રે કાનુડા રે વ્હાલા (2), જાગી ગઈ છે તુજથી રે પ્રીત
છે વાંકડિયા વાળ તો તારા, છે વાંકડી તારી તો રીત - જાગી...
વીત્યા કંઈક દિન, ને વીતી કંઈક રાતો, તારા દર્શનની માંડી છે મીત - જાગી...
છેડજે રે બંસરી તું તો એવી, છેડજે એમાં પ્રીતના તો ગીત - જાગી...
રહેવાતું નથી રે, તારા વિના વ્હાલા, જાગી ગઈ છે રે એવી પ્રીત - જાગી...
બંસી બજાવી, ઘેલો તું કરતો, છે આવી તારી તો રીત - જાગી...
જગાવી છે તેં તો જ્યાં પ્રીત, મિટાવી દે હવે દર્શનની મીત - જાગી...
તારી બંસી ને તારી છે ધૂનો, સંભળાવજે એમાં, તારા રે ગીત - જાગી...
જોઈતું નથી બીજું કાંઈ રે જગમાં, જોઈએ જનમજનમની તુજથી તો પ્રીત - જાગી...
છુપો છુપો, મલકાતો ના જોઈને અમને, છોડજે હવે તારી આ રીત - જાગી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)