પ્રભુ ભી તો દુર્લભ છે, કરવું સ્થિર મનને ભી તો દુર્લભ છે
જીવનમાં, હૈયાનું તો મુક્ત હાસ્ય ભી તો દુર્લભ છે
ખારા પાણીમાં, મીઠો વીરડો દુર્લભ છે, ઝરતાં ક્રોધને રોકવો ભી તો દુર્લભ છે
દુશ્મન વચ્ચે જીવવું ભી તો દુર્લભ છે, ખરા-ખોટાની પરખ ભી તો દુર્લભ છે
મૃત્યુમાંથી ઊભું થાવું ભી તો દુર્લભ છે, જીવન અમૃત મળવું ભી તો દુર્લભ છે
અહં ત્યજવો ભી તો દુર્લભ છે, રોકવો વાયુને ભી તો દુર્લભ છે
જાળવવો વાણી પર કાબૂ ભી દુર્લભ છે, સૂર્ય તેજમાં મળવી શીતળતા ભી દુર્લભ છે
જીરવવી પ્રશંસા ભી તો દુર્લભ છે, ત્યજવું અભિમાન ભી તો દુર્લભ છે
છોડવો મોહ લક્ષ્મીનો ભી તો દુર્લભ છે, ચાલવું સત્યની રાહ પર ભી તો દુર્લભ છે
બનવું પ્રભુના ભી તો દુર્લભ છે, મળવા દર્શન જીવનમાં પ્રભુના ભી તો દુર્લભ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)