છે દીવાનગી રાહ તો અમારી, છે ફના થવાની અમારી તો તૈયારી
કાં ફના થાશું એમાં અમે તો, કાં કરશું દર્શન અમે તો પ્રભુના
જોઈતું નથી અમને તો કાંઈ બીજું, તારા દર્શન વિના બીજું નથી કાંઈ ખપતું
છે સામનાની તો અમારી તૈયારી, પ્રભુને નજરમાં લીધા છે અમે તો સમાવી
મળશે ઝેર, પચાવીશું તો એને, છે ભલે જરૂર અમને તો અમૃતની
રોકાશું ના રાહમાં અમે તો ક્યાંય, છે ઇચ્છા અમને જલદી પહોંચવાની
નથી જોઈતી જગની મિલકત તો અમને, જોઈએ છે મિલકત પ્રભુ તારા પ્રેમની
ચાલ્યા છીએ જ્યાં આ ઇચ્છાથી, છે પ્રભુ, તારા હાથથી એને કરવી પૂરી
રોકી ના શકશે અમને જગની કોઈ શક્તિ, પડી નથી જ્યાં અમને તો અમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)