Hymn No. 2793 | Date: 27-Sep-1990
|
|
Text Size |
 |
 |
મળે છે જીવનમાં, કોઈને લૂખી સૂકી રોટી, મળે છે કોઈને લચપચતી લાપસી
Malee Che Jeevan Ma, Koine Lukhi Suki Roti, Malee Che Koine Lachpachti Laapsi
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
મળે છે જીવનમાં, કોઈને લૂખી સૂકી રોટી, મળે છે કોઈને લચપચતી લાપસી બન્યું હશે આ તો કોઈ પૂર્વજન્મના પુણ્યપ્રતાપે, કાં હશે પ્રભુ તો પક્ષપાતી એક જ માબાપના તો સંતાનો, બને કોઈ પુણ્યશાળી, બને બીજો તો પાપી મળે રહેવા કોઈને અલિશાન મહેલો, મળે તો કોઈને તૂટીફૂટી ઝૂંપડી રહે જીવનમાં કોઈ તો મૂરખ, હોય તો કોઈક ખૂબ બુદ્ધિશાળી મળે જીવનમાં કંઈક શાંત ને સરળ, મળે જીવનમાં કોઈ તો ક્રોધી ને કપટી મળે જીવનમાં કોઈ અસ્થિર મનના, મળે જીવનમાં કોઈ તો સ્થિર ધ્યાની કોઈના હૈયેથી તો નિર્મળ હાસ્ય ઝરે, કોઈ તો રહે જીવનમાં નિત્ય ઉદાસી કોઈના જીવનમાં તો લક્ષ્મી રૂઠે, કોઈના પર વરસે કૃપા તો લક્ષ્મીની છે ઉપાય સરળ એમાં, સ્વીકારી એને, રહેવું જીવનમાં તો પુરુષાર્થી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|