Hymn No. 2794 | Date: 27-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-27
1990-09-27
1990-09-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13783
છે જગ તો અરીસો રે, દેખાશો એમાં તો, તમે ને તમે
છે જગ તો અરીસો રે, દેખાશો એમાં તો, તમે ને તમે નથી કાંઈ જુદા, પ્રભુને તમે, છે એ તો, તમે ને તમે ઊછળે ભાવની ભરતી ને ઓટ રે, ઝીલો છો એ તમે ને તમે છે પ્રભુ તો વસ્યો રે બધે, છો એમાં તો, તમે ને તમે કરે છે કર્મો પ્રભુ બધામાં રહીને, કરો છો બધું તો, તમે ને તમે છે જગમાં બધું આત્મ સ્વરૂપ રે, છો આત્મા તો, તમે ને તમે ખીજાવો છો, કરો છો પ્રેમ બધાને રે, કરો છો એ તો, તમે ને તમે જગાવો વેર ને કરો લીલા લહેર, કરો છો એ તો, તમે ને તમે જાગે છે દયા ને કરો છો કર્મ રે, કરો છો એ તો, તમે ને તમે આપો છો દર્શન એ તો તમે ને તમે, કરો છો દર્શન ભી તમે ને તમે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jaag to ariso re, dekhasho ema to, tame ne tame
nathi kai juda, prabhune tame, che e to, tame ne tame
uchhale bhavani bharati ne oot re, jilo chho e tame ne tame
che prabhu to vasyo re badhe, chho ema to , tame ne tame
kare che karmo prabhu badhamam rahine, karo chho badhu to, tame ne tame
che jag maa badhu aatma swaroop re, chho aatma to, tame ne tame
khijavo chho, karo chho prem badhane re, karo chho e to, tame ne tame
jagavo ver ne karo purple lahera, karo chho e to, tame ne tame
jaage che daya ne karo chho karma re, karo chho e to, tame ne tame
apo chho darshan e to tame ne tame, karo chho darshan bhi tame ne tame
|