Hymn No. 2801 | Date: 02-Oct-1990
|
|
Text Size |
 |
 |
1990-10-02
1990-10-02
1990-10-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13790
કરી જીવનમાં ભૂલો ઘણી, મળી ના સુધારવા એને તો ઘડી
કરી જીવનમાં ભૂલો ઘણી, મળી ના સુધારવા એને તો ઘડી દયા ધરમ તો ગયો ભૂલી, ગઈ પાટા પરથી ગાડી તો ઊતરી જોયા વિના સાચી કે ખોટી કેડી, કરી જીવનમાં તો ખૂબ દોડાદોડી ઝાંઝવાના જળ પાછળ તો દોડી, આશા જીવનમાં તો ના ફળી બન્યો ખારા જળની માછલી, મીઠા જળે મૂંઝવણ દીધી વધારી વિશાળતાની તો વાતો કરી, કૃપણતા તો, હૈયાની તો ના છૂટી સર્વવ્યાપક રહ્યો તો ગોતી, માનવ પ્રાણીની હસ્તી ભી દીઠી દીધું જીવનમાં તેં તો ઘણું, કદર ના એની કરી, સમજણ એની ના રહી આવી વિશ્વાસની જીવનમાં જ્યાં ઘડી, ગયો વિશ્વાસ ત્યારે તો છૂટી રાહ જોઈ દર્શનની તો જ્યાં તારી, આવી પળ જ્યાં તો, ગયો એ તો ચૂકી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari jivanamam bhulo afghan, mali na sudharava ene to ghadi
daya dharama to gayo bhuli, gai pata parathi gaadi to Utari
joya veena sachi ke Khoti kedi, kari jivanamam to khub dodadodi
janjavana jal paachal to Dodi, aash jivanamam to na Phali
banyo khara Jalani machhali , mitha jale munjavana didhi vadhari
vishalatani to vato kari, kripanata to, haiyani to na chhuti
sarvavyapaka rahyo to goti, manav pranini hasti bhi dithi
didhu jivanamam te to ghanum, kadamara na eni kari
v, samjan vishvas tyare to chhuti
raah joi darshanani to jya tari, aavi pal jya to, gayo e to chuki
|