Hymn No. 2802 | Date: 03-Oct-1990
|
|
Text Size |
 |
 |
1990-10-03
1990-10-03
1990-10-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13791
ના સુખ જીવનમાં ટક્યું, ના દુઃખ ભી તો ટક્યું, જીવનમાં બધું બદલાતું રહ્યું
ના સુખ જીવનમાં ટક્યું, ના દુઃખ ભી તો ટક્યું, જીવનમાં બધું બદલાતું રહ્યું મળ્યા જીવનમાં તો દુશ્મનો ભી, મિત્રો ભી મળતા રહ્યા, કોઈ કાયમ ના રહ્યું રાત્રિનું અંધારું મળ્યું, પ્રભાતના કિરણો ભી મળ્યા,ના કાયમ તો કાંઈ રહ્યું પથ્થર ભી જગમાં ઘસાતો રહ્યો, જીવનમાં તો બધું બદલાતું રહ્યું સમય તો જગમાં વીતતો રહ્યો, સમય તો સદા બદલાતો રહ્યો મન તો જીવનમાં સ્થિર ના રહ્યું, મન તો નિત્ય બદલાતું રહ્યું વાયુ ને ભરતી ઓટ વહેતા રહ્યા, કુદરતનો ક્રમ આ તો ચાલુ રહ્યો દૃષ્ટિ સામેના દૃશ્ય તો બદલાતાં રહ્યા, જીવનમાં તો બધું બદલાતું રહ્યું દેહ માનવનો તો આજે મળ્યો, દેહ પણ ઘણા બદલાતા ગયા સગાસંબંધીઓ દેહ સાથે રહ્યા, સગાસંબંધીઓ પણ બદલાતાં રહ્યા જીવનમાં ધ્યેયો પણ બદલાતાં રહ્યા, રસ્તા પામવાના ભી બદલાતાં રહ્યા માડી તારો ભાવ તો ના બદલાયો, ભલે જીવનમાં બધું તો બદલાતું રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na sukh jivanamam takyum, na dukh bhi to takyum, jivanamam badhu badalatum rahyu
malya jivanamam to dushmano bhi, mitro bhi malata rahya, koi kayam na rahyu
ratrinum andharum malyum, prabhatana kirano bahato malyum, prabhatana kirano rahato malyum, prabhatana rahyu rahyum rahyum,
ghyo rahi to kamthu jivanamam to badhu badalatum rahyu
samay to jag maa vitato rahyo, samay to saad badalato rahyo
mann to jivanamam sthir na rahyum, mann to nitya badalatum rahyu
vayu ne bharati oot vaheta rahyo, kudaratano to krama dr toishu
rahya badhu badalatum rahyu
deh manavano to aaje malyo, deh pan ghana badalata gaya
sagasambandhio deh saathe rahya, sagasambandhio pan badalatam rahya
jivanamam dhyeyo pan badalatam rahya, rasta pamavana bhi badalatam rahya
maadi taaro bhaav to na badalayo, bhale jivanamam badhu to badalatum rahyu
|