Hymn No. 2803 | Date: 04-Oct-1990
|
|
Text Size |
 |
 |
પડશું પગે તારા રે માડી, જ્યાં પ્રેમથી રે,રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે લેશું નામ તારું તો જ્યાં વ્હાલથી રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે ધરશું રે ધ્યાન તારું તો જ્યાં એક ચિત્તથી રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે કરશું રે પૂજન તારું તો જ્યાં મનથી રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે બનાવશું જ્યાં નિર્મળતાને તો જ્યાં મંત્ર રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે ભુલાવશું માયા ને ભરશું યાદ તારી હૈયામાં રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે સોંપતા રહેશું, કર્મો તો તને, જ્યાં અમારા રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે જગાવશું હૈયે તાલાવેલી તો તારા દર્શનની રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે વણશું તો રગેરગમાં રે, જ્યાં ત્યાગને રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે છોડશું હૈયેથી તો બધા ભેદભાવ રે, રહેશું ના ખાલી તો તારા દ્વારથી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|