કરવાનું છે જે અત્યારે, કરી લે તું અત્યારે ને અત્યારે
અરે, ઘડી ઘડીમાં તો ફેર છે (2)
સંજોગો બદલાયે, મનડું ભી તો બદલાયે, મનડાં ને મનડાંમાં તો ફેર છે
માનવ-માનવ સરખા ભલે તો લાગે, હૈયામાં ને હૈયામાં તો ફેર છે
એક ચીજની તારવણી તો જુદી-જુદી રે થાયે, બુદ્ધિ-બુદ્ધિમાં તો ફેર છે
કોણ ક્યારે ને શેમાં તણાશે, ના સમજાયે, ભાવ ને ભાવમાં તો ફેર છે
એકને જે સાચું લાગે, બીજાને એ ખોટું લાગે, દૃષ્ટિ-દૃષ્ટિમાં તો ફેર છે
એક જ પ્રવચનમાંથી, જુદાને જુદું-જુદું સમજાયે, સમજ સમજમાં તો ફેર છે
એક જ ચીજ કોઈને ઝાંખી તો કોઈને ચોખ્ખી દેખાયે, અંતર-અંતરમાં તો ફેર છે
નામેનામમાં તો પ્રભુ, સદા વિરાજે, ભલે નામ-નામમાં તો ફેર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)