Hymn No. 2808 | Date: 05-Oct-1990
|
|
Text Size |
 |
 |
1990-10-05
1990-10-05
1990-10-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13797
રહ્યો ખોટા ખયાલોમાં રાચી, ગયો પગતળેની ધરતી તો ભૂલી
રહ્યો ખોટા ખયાલોમાં રાચી, ગયો પગતળેની ધરતી તો ભૂલી થયો એમાં તો તું દુઃખી, જવાબદાર એનો તો, તું ને તું છે રાખી કેંદ્રમાં જાતને તેં તો તારી, ગયો સમભાવ હૈયેથી તો વિસારી ઇચ્છાઓના રાફડા દીધાં વધારી, રાખી શ્રદ્ધાના પીઠબળની તો ખામી - થયો... લોભ લાલચને રાખ્યાં ભડકાવી, સમતુલા રાખી ના શક્યો જાળવી - થયો... સીમા ના એની તો બાંધી, ગયો એમાં સદા તો તણાઈ - થયો... રહ્યો વેર ને વેર તો સદા વધારી, મિત્રો તો, ના શક્યો બનાવી - થયો... માઠા ફળની રફતાર તો જાગી, ધારા પશ્ચાત્તાપની તો ચાલી - થયો... માયાને રહ્યો ગળે વળગાડી, દુનિયાને રે ગયો વિસારી - થયો... પ્રભુ પ્રેમ હૈયેથી ગયો વીસરી, રહ્યો કાંટાળી કેડીએ તો ચાલી - થયો...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyo khota khayalomam rachi, gayo pagataleni dharati to bhuli
thayo ema to tu duhkhi, javabadara eno to, tu ne tu che
rakhi kendramam jatane te to tari, gayo samabhava haiyethi to visaddari
ichchhaona raphada to visa khiabani, shraniabhi ... .
lobh lalachane rakhyam bhadakavi, samatula rakhi na shakyo jalavi - thayo ...
sima na eni to bandhi, gayo ema saad to tanai - thayo ...
rahyo ver ne ver to saad vadhari, mitro to, na shakyo banavi - thayo .. .
matha phal ni raphatara to jagi, dhara pashchattapani to chali - thayo ...
maya ne rahyo gale valagadi, duniyane re gayo visari - thayo ...
prabhu prem haiyethi gayo visari, rahyo kantali kedie to chali - thayo ...
|
|