લાખ કોશિશે, ઘાટ તનના તો તારા, નહિ રે બદલાય
બદલી શકીશ, ઘાટ મનના તું તારા, જોજે ઉદાસ એમાં ના રહી જવાય
જે હાથમાં તો છે તારા, કર કોશિશ, જોજે અધૂરી ના રહી જાય
સાધન વિના રહેશે કોશિશ અધૂરી, ભલે આયુષ્ય તો વીતી જાય
હથોડી ને છીણી મળતાં તો, પથ્થરના ભી ઘાટ તો ઘડાય
વિચારો તો બદલવાના છે હાથમાં તો તારા, જોજે સમજીને એ બદલાય
બદલતા-બદલતા આવે સીમા તો જેની, ના પછી એ બદલી શકાય
તનડાંની અવધિ જ્યાં આવે, પાછું માટીમાં એ તો મળી જાય
મન, ચિત્ત, બુદ્ધિની, વૃત્તિની અવધિ છે, જ્યાં પ્રભુમાં એ ભળી જાય
ઇચ્છાઓની ભી અવધિ આવે, પ્રભુચરણમાં જ્યાં ભળી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)