યત્ને યત્ને રે મળી નિષ્ફળતા રે પ્રભુ, ખૂટી ધીરજ અમારી, તું તો ધીરજ રાખજે
રાત દિન રહ્યાં રટતા તારી માયાને રે પ્રભુ, રટણ તારું રે, એમાં તો ક્યાંથી રે થાશે
પ્રેમમાંથી પણ અમારા, ઊઠે પરપોટા તો વેરના, પ્રેમમય જીવન તો ક્યાંથી રે થાશે
શુ થાશે, શું નહિ થાશે, ખબર નથી રે અમને,ખૂટે ધીરજ અમારી, તું તો ધીરજ રાખજે
અવગુણોના ઊકળતા ચરુ ભર્યાં છે હૈયે અમારા, કરી ના શક્યા ખાલી અમે તો એને
દુઃખ દર્દથી ભર્યાં છે જીવન અમારા, રહ્યાં તૂટતા અમે જીવનમાં, નથી અટકાવી શક્યા એને
તાલ જોતો રહેજે તું અમારી, ખાઈ ખોટી દયા રે પ્રભુ, તણાઈ ના એમાં તો તું જાજે
લોભ લાલચથી છે હૈયાં ભરેલાં અમારા, પ્રભુ હૈયે તારા ના બધું એ તું ભરી રાખજે
મા, બાપ કે સંતાન વિહોણા અમે જગમાં તો બનીએ, ના સંતાન વિહોણો તું રહેશે
આવ્યા પ્રાપ્ત કરવા તને રે પ્રભુ અમે તો જગમાં, તારા વિના અશાંતિ પ્રાપ્ત અમે કરીએ
ખૂટી ધીરજ ભલે અમારી રે પ્રભુ, તું તો ધીરજ રાખજે, તું તો ધીરજ રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)