Hymn No. 2811 | Date: 07-Oct-1990
|
|
Text Size |
 |
 |
1990-10-07
1990-10-07
1990-10-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13800
છે રંગ જીવનના આ તો કેવાં (2)
છે રંગ જીવનના આ તો કેવાં (2) ભૂલવું છે દુઃખ ભુલાતું નથી, કરવા છે યાદ પ્રભુને, કરાતા નથી માગ્યું સુખ જીવનમાં મળતું નથી, છોડવી છે માયા, એ છૂટતી નથી ગણું જેને મારા, મારા એ રહેતા નથી, થાવું છે જેના, એના થવાતું નથી ગોતું છું જે રાહ, રાહ એ મળતી નથી, કઈ રાહે ચાલું છું એની ખબર નથી ચાહું છું અજવાળું, મળતું નથી, પ્રકાશ અંધારે તો જડતો નથી ગણું સ્થિર, એ તો ટકતું નથી, મોળું તો જીવનમાં કાંઈ ખપતું નથી દૃશ્યો તો સ્થિર રહેતા નથી, ગણું ગતિ દૃશ્યની કે મારી, સમજાતું નથી ત્યજવી છે ચિંતા, ત્યજાતી નથી, કરવું છે સ્થિર મન, સ્થિર થાતું નથી ચાહું છું પ્રભુ દર્શન તારા, થાતાં નથી, જોઈ રાહ ખૂબ, રાહ હવે જોવાતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che rang jivanana a to kevam (2)
bhulavum che dukh bhulatum nathi, karva che yaad prabhune, karta nathi
mangyu sukh jivanamam malatum nathi, chhodavi che maya, e chhutati nathi
ganum those mara, maara e rahatum those mara, maara e rahatum nathi
gotum Chhum per raha, raah e malati nathi, kai rahe Chalum Chhum eni khabar nathi
chahum Chhum ajavalum, malatum nathi, Prakasha andhare to jadato nathi
ganum sthira, e to taktu nathi, molum to jivanamam kai khapatum nathi
drishyo to sthir raheta nathi, ganum gati drishyani ke mari, samajatum nathi
tyajavi che chinta, tyajati nathi, karvu che sthir mana, sthir thaatu nathi
chahum chu prabhu darshan tara, thata nathi, joi raah khuba, raah have jovati nathi
|