રાખીશ હૈયે ભેદ તું કેટલાં રે મનવા, રાખીશ ભેદ તું કેટલાં
ભેદ તારા હજી છૂટયા નથી રે મનવા, ભેદ તારા હજી ખૂટયાં નથી - રાખીશ...
ગોતીશ ભેદ, મળતાં રહેશે, છોડવા તો બનશે ના સહેલાં - રાખીશ...
ભેદ હૈયેથી નર-નારીના છૂટયા નથી, ધનવાન નિર્ધનના ભેદ તૂટયા નથી - રાખીશ...
જ્ઞાની અજ્ઞાનીના ભેદ છૂટયા નથી, પ્રાણી માત્રના ભેદ તૂટયા નથી - રાખીશ...
સુંદર અસુંદરના ભેદ છૂટયા નથી, પાસે ને દૂરના ભેદ ભુલાયા નથી - રાખીશ...
તડકા છાંયડાના ભેદ હટયા નથી, સુખદુઃખના ભેદ ભુલાયા નથી - રાખીશ...
લેનાર ને દેનાર તો જુદા લાગ્યાં, ક્રોધી ને લોભી દેખાયા તો જુદા - રાખીશ...
પિત્તળ ને સોનાના ભેદ હજી હટયા નથી, જર-જમીનના ભેદ હજી છૂટયા નથી - રાખીશ...
મારા-તારાના ભેદ ખસ્યા નથી, આત્મા-પરમાત્માના ભેદ તૂટયા નથી - રાખીશ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)