છે જગની રીત તો આવી રે ભાઈ, છે જગની રીત તો આવી
ગરજે ગધેડાને બાપ કહે, પણ ક્રોધમાં કહે બાપને તો ગધેડો - છે...
જગમાં સહુ કોઈ તો નમન કરે, પણ ગરજવાન તો સો વાર નમે - છે...
રસોઈમાં તો સહુ મીઠું મરચું નાંખે, પણ કંઈક વાતમાં મીઠું મરચું ભરે - છે...
હર દર્દની દવા તો સહુ ચાહે, પણ દર્દ તો નવ કોઈ ચાહે - છે...
કસોટી તો સોનાની સહુ ચાહે, પણ કસોટી જીવનની નવ કોઈ ચાહે - છે...
ઘટાડતો રહ્યો માનવ પ્રાણીની હસ્તી, પણ શબ્દોમાં રહ્યો વધારતો વસતી - છે...
માગ્યું જીવનમાં મળ્યું નહીં, પણ વણમાગ્યું મળ્યું, કદર એની કરી નહીં - છે...
દેખાય છે જે, છે એની દોડાદોડી, છે પાસે જે, મેળવવાનું સૂઝતું નથી - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)