કંઈકે જોયા ને જોવરાવ્યા, ગ્રહો તો પોતાની કુંડલીના
માંડી ને મંડાવી ગણતરી, પડયા એ કયા-કયા ખાનામાં
નવ ગ્રહો કાંઈ જાણે નહિ, મચાવે ઉત્પાત માનવ જીવન મહીં
ભૂલ્યા માનવ જોવા ગ્રહો, બીજા રહ્યા જીવનભર એને પીડી
હઠાગ્રહે પીડયા કંઈક માનવને, કરી સહન પીડા તો એની
દુરાગ્રહ રહ્યું પીડી કંઈક માનવને, અસર પડે એની ઘણી
સત્યાગ્રહ છે ગ્રહ એવો, કંઈકની તો એણે કરી કસોટી
પૂર્વગ્રહની ભી છે અસર ઊંડી, પીડાતા હોય, અસર શકે એની સમજી
આગ્રહ છે તો ગ્રહ મીઠો, અતિરેક વહાવે, કરે અસર ઊંધી
અનુગ્રહ છે ગ્રહ બહુ મીઠો, જીવનમાં વાટ સદા એની જોવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)