રે જગમાં રે, ચારેકોર તો ભીડ દેખાય છે, (2)
કીડિયારાની જેમ તો માનવ ઊભરાયે, જગમાં માનવની તો ભીડ દેખાય છે
શહેરોમાં જઈને તો જ્યાં જુઓ, મકાનોની તો ત્યાં ભીડ દેખાય છે
ખોલી બારી જુઓ જ્યાં રસ્તા પર, વાહનોની તો ત્યાં ભીડ દેખાય છે
નીકળો બજારોમાં તો જ્યાં, માનવોની તો ત્યાં ભીડ દેખાય છે
કરો નજર, લીલા ઝાડો પર, પાંદડાઓની તો ત્યાં ભીડ દેખાય છે
સાગર કિનારે રે જાતાં, રેતીમાં તો રેતીના કણની તો ભીડ દેખાય છે
કરો નજર ઊંચે જ્યાં આકાશે, આકાશમાં તો તારાઓની ભીડ દેખાય છે
કરી નજર જ્યાં ઊંડે રે મનમાં, વિચારોની તો ત્યાં ભીડ દેખાય છે
કરી નજર તો જ્યાં જીવનમાં, ત્યજવાની યાદીઓની તો ભીડ દેખાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)