પ્રેમરૂપી હૈયાની હોડીમાં બેસી જાવું છે મારે, જાવું છે મારે પ્રભુને દ્વાર
પામવા તો સત્કાર પ્રભુના, છોડવા છે હૈયાના બધા રે તિરસ્કાર
જ્ઞાનરૂપી લઈને સાવરણી સાચી, કરવા છે હૈયાના ખૂણેખૂણા તો સાફ
પ્રેમની સરિતામાં રાખવી છે એને તરતી, આવે જીવનમાં જે તુફાનો, દેવા છે આવકાર
રહેવું છે ભક્તિની મસ્તીમાં જીવનમાં, દે જે-જે પ્રભુ, કરવો છે એનો સ્વીકાર
જાગી છે વેદના વિરહની જ્યાં હૈયે, મળવું છે પ્રભુને, છે હૈયાનો તો એ પુકાર
જોયા નથી પ્રભુને તો ભલે, તોય મને તો ઘડયો છે એનો તો આકાર
પડવું નથી ભેદમાં હૈયેથી મારે, છો પ્રભુ તમે સાકાર કે નિરાકાર
આવીને વસજો હૈયે તો મારા, લઈને હૈયે સ્વીકાર્યો છે જે આકાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)