થાતું નથી જગમાં તો સહુનું મનધાર્યું રે, દોરીસંચાર કરનાર તો એનો કોઈ છે
લાગે જ્યાં જગમાં થાતું આપણું મનધાર્યું રે, દોરીસંચાર...
સફળતા-નિષ્ફળતાના નાટક જીવનમાં ભજવાતાં રહ્યા રે, દોરીસંચાર...
દેખાતી નથી દોરી એની રે, સમજાતો નથી એનો સંચાર રે, દોરીસંચાર...
બુદ્ધિની દોરીથી ભી, નજરમાં નથી આવતી એની દોરી રે, દોરીસંચાર...
ભાવની દોરીથી બાંધી એને રે, ભાવ એની દોરીથી બંધાયા રે, દોરીસંચાર...
લાગ્યા ભલે જગમાં જ્યારે, પોતાના કે પરાયા રે, દોરીસંચાર...
સંચાર જગમાં એના થાતાં રહ્યા, ના દેખાયા એના હાથ રે, દોરીસંચાર...
ધબકતું હૈયું તો ધબકે, ધડકન દેનાર તો એ છે, દોરીસંચાર...
સમજે, સમજાવે એ, બેસમજ બનાવનાર પણ એ છે, દોરીસંચાર...
કર્તા બનાવી જગને, કર્તાનો કર્તા પણ એ જ છે, દોરીસંચાર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)