ખીલ્યા હોય ફૂલ બાગમાં તો ઘણા, તારા વિના અર્પણ કરવા રે કોને
તારા મસ્તક વિના રે પ્રભુ, શોભે ના એ તો બીજે
રચના રચાયે કવિતાની ઘણી રે ભલે, તારા વિના અર્પણ કરવી રે કોને
તારા ચરણ વિના રે પ્રભુ, શોભે ના એ તો બીજે
તારા ગુણગાન તો જગમાં રે ગાવા, તારા વિના અર્પણ કરવા રે કોને
તારા વિના રે પ્રભુ, સંભળાવવા તો બીજા કોને
હૈયે જાગે રે ભાવો જે સાચા, તારા વિના અર્પણ કરવા રે કોને
તારા હૈયા વિના રે પ્રભુ, ઝીલશે બીજું કોણ એને
વહે છે હૈયે રે, પ્રેમની ધારા, તારા વિના અર્પણ કરવી રે કોને
તારા ચરણમાં ધરવી છે એને, સ્વીકારજે પ્રભુ, તું તો એને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)