કરજો ભૂલો જીવનમાં બીજી બધી, કકળાવવા આંતરડી મા-બાપની, ભૂલ કરશો નહિ
લેજો સહારા જીવનમાં બધા, કરવા દુઃખી અન્યને, સહારો અસત્યનો લેશો નહિ
થાઓ રાજી જીવનમાં ભલે, જોઈ અન્યને દુઃખી, રાજી જીવનમાં તો થાશો નહિ
કરજો કામો જીવનમાં બધા, રહો મસ્ત ભલે એમાં, કરજો આ બધું, પ્રભુને વિસરશો નહિ
મળ્યું જીવનમાં તો ઘણું, કંઈક તો ના મળ્યું, અસંતોષ હૈયે એનો ધરશો નહિ
દ્વિધા જાગે તો જ્યાં હૈયે, નામ પ્રભુનું ત્યાં લેજો, યોગ્ય નિર્ણય, યોગ્ય રીતે લેવું ચૂકશો નહિ
ખેલ પ્રભુના છે એવા, સમજણમાં ના આવે જરા, સોંપવી બુદ્ધિ તારી, પ્રભુને ભૂલતો નહિ
છે ભાગ્ય તો એવું, જોઈએ ત્યારે ના મળતું, રાહ જોવી જીવનમાં ત્યારે ભૂલતો નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)