બન્યું બનાવ્યું જીવનમાં તો જ્યાં, જ્યારે બગડી જાય
કાઢ ના દોષ તું અન્યનો, તારા કર્મો પર, નજર તારી તું નાંખ
કર્મો હાલના જીવનના ભી તો, જ્યાં પૂરાં સમજાતા નથી
પૂર્વના કર્મો ભી તો જ્યાં, જ્યાં કોઈને તો યાદ નથી - કાઢ...
દોષ કાઢીશ કે ના કાઢીશ, થાશે ના કર્મો એથી તો સાફ
કાઢી દોષ સાચા કે ખોટા અન્યના, કર્મો ના તારા વધારી નાંખ - કાઢ...
તારી અણઆવડત, ભાગ્ય, ને સંજોગોને લક્ષ્યમાં તું રાખ
પુરુષાર્થ વિના ફળ નહીં નીપજે, જપજે સદા તું આ જાપ - કાઢ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)