Hymn No. 5900 | Date: 11-Aug-1995
|
|
Text Size |
 |
 |
ચાલી જાય છે, ચાલી જાય છે, મારી જીવનની રે ગાડી, જગમાં ચાલી જાય છે
Chaali Jaay Che, Chaali Jaay Che, Maari Jeevanne Re Gaadi, Jagma Chaali Jaay Che
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
ચાલી જાય છે, ચાલી જાય છે, મારી જીવનની રે ગાડી, જગમાં ચાલી જાય છે કર્મોના પાટા ઉપર, સુખ દુઃખના પૈડાં ઉપર ચાલી જાય છે, ગાડી મારી ચાલી જાય છે મજબૂરીના સ્થાનો ઉપર એ અટકી અટકી, પાછી એ તો આગળ ચાલી જાય છે જીવનની હરિયાળીની લીલી ઝંડીમાં દોડી જાય છે, કિસ્મતની લાલ આંખડી, લાલ ઝંડીમાં ઊભી રહી જાય છે વિચારના આંધણ વિનાના જીવનમાં તો એ, જ્યાં ને ત્યાં પહોંચી જાય છે જીવનમાં અવરોધોને કરી કરીને પાર, એ આગળને આગળ ચાલી જાય છે જીવનમાં ખાડા ટેકરા, પથરાળ ને કાંટાળી રાહ પર, ગાડી મારી ચાલી જાય છે દેખાતા દ્રષ્યો, સારા કે નરસા જ્યાં તાણી જાય છે, ગાડી મારી બીજે વળી જાય છે કરુણાકારીની યાદ હૈયાંમાં જ્યાં આવી જાય છે, ગાડી મારી સ્થિરતાથી આગળ વધતી જાય છે અટકતીને વધતી આગળ જીવન, જીવન ગાડી મારી, આગળને આગળ ચાલી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|