હલી ગયો, હલી ગયો, હલી ગયો, જીવનમાં રે હું તો હલી ગયો
અનેક ચીજો હલાવી ગઈ મને જીવનમાં, જીવનમાં એમાં હું તો હલી ગયો
સમજતો હતો સ્થિર ખુદને, સર્જાઈ પરિસ્થિતિ, એમ કરતા સામનો, હું હલી ગયો
કર્યો હતો દૃઢ મનોરથ નહીં હલવાનો, લીધો વળાંક પરિસ્થિતિએ, એમાં હું હલી ગયો
હતી ઇચ્છા શું એમાં મારા પ્રભુની, હતો અજાણ હું એનાથી, દોષ પ્રભુનો કાઢતો ગયો
ભૂલ જીવનમાં મારી, કબૂલ ના હું કરી શક્યો, મારી શક્તિનો અંદાજ ના કાઢી શક્યો
સાચાખોટાનો નિર્ણય જ્યાં હું ના લઈ શક્યો, શિકાર મૂંઝારાનો હું બની ગયો
કદી જાણતા અજાણતા અન્યાય અન્યને હું કરી બેઠો, પસ્તાવો જ્યાં જાગી ગયો
વિચારોને વિચારોના હિંડોળામાં હું ઝૂલતો ગયો, જીવનમાં એમાં હું હલી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)