હટતી નથી નજર તારી, મારા પરથી રે માડી
કર એવું, હટે ના નજર મારી તો તારા પરથી
સદા યાદ રાખે ને આવે માડી, યાદ તને તો મારી
કર એવું, રહે હૈયે તો મારા, સદા યાદ તો તારી
મુસીબતોની ઘડી રહે જીવનમાં સદા તો આવતી
હટું ના પાછો કરતા સામનો, દેજે શક્તિ એવી તારી
કર્યા હશે ભલે પાપો કે પુણ્ય, દૃષ્ટિ તારી ના તેં હટાવી
ટૂંકાવ્યો ના સમય તેં મારો, જગમાં દઈ મને મોકલાવી
છે ભલે પાસે તો મારી, મર્યાદિત સાધનો ને શક્તિ
રહી છે તુજમાં જે શ્રદ્ધા ને વિશ્વાસ, છે શક્તિ અનોખી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)