Hymn No. 5902 | Date: 12-Aug-1995
|
|
Text Size |
 |
 |
1995-08-12
1995-08-12
1995-08-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1389
જીવન એવું તો કેમ કરીને જીવાય (2) જીવન તો જ્યાં મારું કહેવાય
જીવન એવું તો કેમ કરીને જીવાય (2) જીવન તો જ્યાં મારું કહેવાય, ચાવી એની તો હોય બીજાને હાથ - એવું... જાવું છે જે દિશામાં મારે, ભાગ્ય મને બીજી દિશામાં તાણી જાય - એવું... પામવા નીકળ્યો જીવનમાં જે, આવી આવી હાથમાંથી એ સરકી જાય - એવું... કરો મહેનત ભલે ઘણી રે જીવનમાં, ધાર્યું આપણું તો કાંઈ નવ થાય - એવું... જીવનમાં જીવનની શુભ ભાવનાઓનો છેદ, ઊડતોને ઊડતો જાય - એવું... જીવનમાં પ્રેમ જો ના પામી શકાય, ના પ્રેમપાત્ર અન્યનું બનાય - એવું... લેવો પડે આશરો જૂઠનો, જીવનમાં તો જ્યાં સદાય - એવું... જીવનમાં વાત હૈયાંની ના કહી શકાય, ના એ જીરવી શકાય - એવું... દુઃખ દર્દની માયા જીવનમાં તો, જ્યાં વધતીને વધતી જાય - એવું... ગૂંચવાડાને ગૂંચવાડા રહે વધતાને વધતા, બહાર એમાંથી ના નીકળાય - એવું...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivan evu to kem kari ne jivaya (2) jivan to jya maaru kahevaya,
chavi eni to hoy bijane haath - evu ...
javu che je disha maa mare, bhagya mane biji disha maa tani jaay - evu ...
paamva nikalyo jivanamam je, aavi avi hathamanthi e saraki jaay - evu ...
karo mahenat bhale ghani re jivanamam, dharyu apanum to kai nav thaay - evu ...
jivanamam jivanani shubh bhavanaono chheda, udatone udato jaay - evu ...
jivanamap prema., na pami shakaya anyanum banaya - evu ...
levo paade asharo juthano, jivanamam to jya sadaay - evu ...
jivanamam vaat haiyanni na kahi shakaya, na e jiravi shakaya - evu ...
dukh dardani maya jivanamam to, jya vadhatine vadhati jaay - evum. ..
gunchavadane gunchavada rahe vadhatane vadhata, bahaar ema thi na nikalaya - evu ...
|
|