સુખચેનથી જીવવા નહીં દે, સુખચેનથી મરવા નહીં દે
તારા પાપતણા તને તો ભારા (2)
અંત સમયે આંખ સામે દેખાશે, ના કહેવાશે ના સહેવાશે
આંખથી આંસુઓ તો પડશે, મજબૂર તને બનાવી દેશે રે
આચરતાં પાછું ના જોયું, મોઢું પાપ ખોલીને તો ઊભું
ડગવતા સદા તને એ તો રહેશે, કાળા-કાળા એના પડછાયા રે
નીંદ હરામ તારી એ તો કરશે, હૈયાની શાંતિ હણી એ તો લેશે
શક્તિ તારી તો જ્યાં ઘટશે, હુમલા શરૂ એ તો કરશે રે
કર્યા હેરાન જગમાં તેં અન્યને, હેરાન હવે એ તો તને કરશે
પુણ્યબળે બચ્યો તું તો ભલે, બદલો હવે તારો એ તો લેશે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)