Hymn No. 2908 | Date: 02-Dec-1990
|
|
Text Size |
 |
 |
1990-12-02
1990-12-02
1990-12-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13896
ચૂંથાઈ ગયો રે, પિંખાઈ ગયો રે, મારા મનનો રે માળો
ચૂંથાઈ ગયો રે, પિંખાઈ ગયો રે, મારા મનનો રે માળો વૃત્તિઓથી એને રે બાંધ્યો, એની ખેંચાખેંચીમાં રે - ચૂંથાઈ... ઇચ્છાઓની ગૂંથણીમાં ગૂંથ્યો, જીવનની નિરાશાઓમાં રે - ચૂંથાઈ... લાગ્યું સાચું જે કાલે, જાગી શંકાઓ એમાં જ્યાં આજે રે - ચૂંથાઈ... કામક્રોધની જ્વાળાઓ, જાગી ગઈ તો જ્યાં હૈયામાં રે - ચૂંથાઈ... મળ્યું ના મળ્યું જે જીવનમાં, જાગી ગઈ ઇર્ષ્યા એમાં રે - ચૂંથાઈ... થરો વિકારોના ગયા ચડતા, કર્યા ના સાફ જ્યાં એને રે - ચૂંથાઈ... સફળતાઓ ચાહી, આવતી રહી નિષ્ફળતા જીવનમાં રે - ચૂંથાઈ... અસંતોષની આગ, હૈયાને તો ગઈ જ્યાં અડકી રે - ચૂંથાઈ... જોઈતા નથી મહેલો, જોઈએ છે મારે મનનો નિર્મળ માળો રે - ચૂંથાઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chuthai gayo re, pinkhai gayo re, maara manano re malo
vrittiothi ene re bandhyo, eni khenchakhenchimam re - chuthai ...
ichchhaoni gunthanimam gunthyo, jivanani nirashaomam re - chuthai ...
lagyum sachumyam je kale, jaagi shankao a.ream jaagi shankao. ream jaagi shankao ...
kamakrodhani jvalao, jaagi gai to jya haiya maa re - chuthai ...
malyu na malyu je jivanamam, jaagi gai irshya ema re - chuthai ...
tharo vikaaro na gaya chadata, karya na sapha jya ene re - chunthai. ...
saphalatao . ... saphalatao chahi, aavati rahi nishphalata jivanamam re - chuthai ...
asantoshani aga, haiyane to gai jya adaki re - chuthai ...
joita nathi mahelo, joie che maare manano nirmal malo re - chuthai
|