Hymn No. 2909 | Date: 03-Dec-1990
|
|
Text Size |
 |
 |
હોય ભલે તારી ઝૂંપડીમાં સંકડાશ રે, હૈયામાં સંકડાશ તો ના ચાલે રે, ના ચાલે ધનની ગરીબી મળે ભલે જીવનમાં રે, ગરીબી મનની તો ના ચાલે રે, ના ચાલે સહી લેજે, તું તનની ગુલામી રે, ગુલામી બુદ્ધિની તો ના ચાલે રે, ના ચાલે સત્કારી ના શકે ભલે તું જીવનમાં રે, ભાવના સત્કાર વિના તો ના ચાલે રે, ના ચાલે બહારના પ્રકાશ વિના તું ચલાવી લેજે રે અંતરના પ્રકાશ વિના તો ના ચાલે રે, ના ચાલે તનની નગ્નતા તું ચલાવી લેજે રે, નગ્નતા વૃત્તિની તો ના ચાલે રે, ના ચાલે જળની પ્યાસ તો તું બુઝાવી લેજે રે, પ્યાસ વાસનાની તો ના ચાલે રે, ના ચાલે તનની ભારી બીમારી ચલાવી લેજે રે, બીમારી મનની તો ના ચાલે રે, ના ચાલે જીવનમાં અસ્થિરતા બીજી ચલાવી લેજે રે, અસ્થિરતા મનની તો ના ચાલે રે, ના ચાલે માનવના દર્શન વિના ચલાવી લેજે રે, પ્રભુના દર્શન વિના તો ના ચાલે રે, ના ચાલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|