તેજ તારા જીરવાતા નથી રે માડી, તેજ તારા જીરવાતા નથી
નજર તારી સામે માંડી છે માડી, માંડી મંડાતી નથી - તેજ...
ઉપકાર તારા જીવનમાં, ગણ્યા તો ગણાતા નથી - તેજ...
અમૂલ્ય તારી કૃપાના મૂલ્ય, જીવનમાં તો કરાતાં નથી - તેજ...
ઊંડાણ હૈયાના તો તારા, માપ્યા એ મપાતા નથી - તેજ...
ફેડવા ઉપકાર કેમ કરીને તારા, એ તો સમજાતું નથી - તેજ...
જગ જ્ઞાનમાં તો ગોથાં ખાધાં, જ્ઞાન તારા તો પચતા નથી - તેજ...
તારી માયાના પડળ, આંખ પરથી અમારા તો ઊતરતા નથી - તેજ...
ગુણલા ગાતા તારા રે માડી, ગાતા તો કદી ખૂટતા નથી - તેજ...
વીત્યો સમય તારી યાદોમાં, કેમ વીત્યો એ તો વરતાતો નથી - તેજ...
સમજ્યા વિના સમજ્યા, શું સમજ્યા એ તો સમજાતું નથી - તેજ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)