સમજણ શક્તિ વિના, સહન શક્તિ વિના, જીવનમાં તો ના કાંઈ ચાલશે
એના વિના રે જીવનમાં, જીવનમાં તો ડગલાં ડગમગતાં પડતાં તો જાશે
છે જીવનના અમૂલ્ય એ તો પાયા, એના વિના ઉન્નતિની ઇમારત ઊભી ના થાશે
એના વિના રે જીવન તો અસ્ત વ્યસ્ત બનશે, અને એ તો થાતું જાશે
પડશે ડગલેને પગલે જરૂરત તો એની, જરૂરત જીવનમાં તો એની રે વર્તાશે
એ તો એના સાથીદારોને રે જીવનમાં, સદા ગોતશે અને ગોતીને લાવશે
એની ખામી જાગતા ને આવતા, ઉપાધિઓ જીવનમાં એ તો લાવશે ને લાવશે
સુંદર જીવન પણ એના રે વિના, ભારરૂપ ને ભારરૂપ બનતું ને બનતું જાશે
સારા ખોટાંના ભેદ જ્યાં સમજાશે, દિશા જીવનને એમાં મળતી ને મળતી જાશે
મળતાં એ તો જીવનમાં, જીવનમાં તો ઘણું ઘણું પ્રાપ્ત તો થાતું જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)