Hymn No. 2914 | Date: 03-Dec-1990
|
|
Text Size |
 |
 |
1990-12-03
1990-12-03
1990-12-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13902
સાંભળીને રણકાર તો મીઠા મીઠા ઝાંઝરના રે
સાંભળીને રણકાર તો મીઠા મીઠા ઝાંઝરના રે આંખડી મારી (2) વહેલી વહેલી તો ખૂલી ગઈ દેખાઈ આંખ સામે, મૂર્તિ હસતી તો `મા' ની રે હસતી હસતી મને, એ તો નીરખી રહી - આંખડી... વગર બોલ્યે ને વગર કહે, ઘણું ઘણું એ કહેતી ગઈ રે - આંખડી.. આંખડીના તેજ અનોખા એના, મારા હૈયામાં એ પાથરતી ગઈ રે - આંખડી... જોઈ સપનામાં જે મૂર્તિ, આંખ સામે આવી એ ઊભી રહી રે - આંખડી... જનમોજનમની પ્રીત જગાવી, મારા હૈયામાં એ તો વસી ગઈ રે - આંખડી... સાનભાન ગયો ભૂલી હું તો મારું, સમયભાન એ ભુલાવી ગઈ રે - આંખડી... દઈ દર્શન અનોખા એના, પાવન મને એ તો કરતી ગઈ રે - આંખડી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sambhaline rankaar to mitha mitha jhanjarana re
ankhadi maari (2) vaheli vaheli to khuli gai
dekhai aankh same, murti hasati to `ma 'ni re
hasati hasati mane, e to nirakhi rahi - ankhadi ...
vagar bolye ne vagar kahe, ghanu ghanum e kaheti gai re - ankhadi ..
ankhadina tej anokha ena, maara haiya maa e patharati gai re - ankhadi ...
joi sapanamam je murti, aankh same aavi e ubhi rahi re - ankhadi ...
janamojanamani e preet jagavi, maara to vasiyam gai re - ankhadi ...
sanabhana gayo bhuli hu to marum, samayabhana e bhulavi gai re - ankhadi ...
dai darshan anokha ena, pavana mane e to karti gai re - ankhadi ...
|
|