Hymn No. 2923 | Date: 07-Dec-1990
|
|
Text Size |
 |
 |
1990-12-07
1990-12-07
1990-12-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13911
હરપળે તો જગમાં રે, કંઈ ને કંઈ તો બનતું જાય છે
હરપળે તો જગમાં રે, કંઈ ને કંઈ તો બનતું જાય છે કોઈ હસતું જાય, તો કોઈ રડતું જાય, કોઈ આવતું જાય, તો કોઈ છૂટું પડતું જાય છે કોઈને શ્વાસ તો નવા મળતાં જાય, તો કોઈના શ્વાસ તો પૂરા થાય છે ક્યાંક તો સૂરજ ઊગે, તો ક્યાંક સૂરજ આથમતો જાય છે કોઈની ક્યાંક તો ચડતી થાય, તો કોઈકના વળતાં પાણી થાય છે કોઈકને ક્યાંક તો પ્રેમ જાગે, તો કોઈક ક્યાંક વેરમાં ડૂબતા જાય છે કોઈકને ક્યાંક રોગ તો ઘેરતું જાય, તો કોઈક રોગમાંથી મુક્ત થાય છે કોઈક તો ક્યાંક જગતમાં લીન બને, તો કોઈકનું ધ્યાન છૂટતું જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
har pale to jag maa re, kai ne kai to banatum jaay che
koi hastu jaya, to koi radatum jaya, koi avatum jaya, to koi chhutum padatum jaay che
koine shvas to nav malta jaya, to koina shvas to pura thaay che
kyanka to suraj uge, to kyanka suraj athamato jaay che
koini kyanka to chadati thaya, to koikana valatam pani thaay che
koikane kyanka to prem hunt, to koika kyanka veramam dubata jaay che
koikane kyanka roga to gheratum jaya, to koika lanka rogamanthi mukt thamaya
chamane , to koikanum dhyaan chhutatu jaay che
|
|