રહેતી છુપાઈ તું તો હૈયામાં એવી, તારી હાજરીની ખબર ના પડી
આશા, નીકળી હૈયામાંથી તું જ્યાં બહાર, જીવનમાં એવી તો તું દોડી
જોઈને તને પડ્યો અચરજમાં ખૂબ, તું હતી છુપાઈ હૈયામાં કેવી
જીવનમાં તો દોડી દોડી તારી પાછળ, થઈ છે હાલત મારી તો બૂરી
દેખાડયાં રૂપ તેં તો એવા, દીધો મને અચરજમાં તેં તો પાડી
તારા રૂપ રૂપે બન્યો હું પાગલ, દીધો મને એમાં ખૂબ મૂંઝવી
પડયા સહેવા તડકા ને છાંયડા, તારી પાછળ તો દોડી દોડી
પહોંચું તારી પાસે તો કદી કદી, ના તોય શક્યો તને તો પકડી
દોડી ભલે જગમાં ભલે રે તું, કહે પ્રભુચરણમાં જાશે ક્યારે પહોંચી
દોડી દોડી પાછળ હું તો તારી, હું પણ જઈશ ચરણમાં તો પહોંચી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)