મૂંઝાય મનમાં તો તું જ્યારે, સૂઝે ના મારગ એમાં તો જ્યારે
જોડીને ચિત્ત તારું તું પ્રભુ ચરણમાં, ભાર સોંપી દેજે એને ત્યારે
છે દાખલા તો જગમાં રે એવા, ના જાણતો હોય તો ગોતી લેજે
ઉપાડયા છે ભાર તો પ્રભુએ સહુના, વાત હૈયેથી આ સ્વીકારી લેજે
તૂટશે ને છૂટશે તાંતણા તો અહંના, હૈયેથી તો જ્યાં તારા
અનુભવશે ને મળશે નવજીવન ને નવસાગરનાં, સંચાર હૈયામાં તારા
જ્યાં જાશે તારા ચિત્ત ને મનની ધારા પહોંચી તો પ્રભુચરણમાં
જાશે બાળી એ તો પાપની ધારા તો તારા જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)