રે, મારા મનના રે સ્વામી, અરે મારા અંતરના અંતર્યામી
રે, મારી હાલત નથી રે કાંઈ તુજથી તો અજાણી
દિન દિન ભમ્યો ને જગમાં રે ઘૂમ્યો, બની અસ્થિરતાની નિશાની
વિચારો રહ્યા સદા રે બદલાતા, દિશા સાચી ના દેખાણી
છો તમે સાથે ને સાથે, રહ્યા તમે તો સદાયે સાક્ષી
રહ્યા તમે તો ઘટઘટ નિવાસી, ભેદ હૈયાના મારા, દીધાં ના કેમ મિટાવી
છુપાવ્યું રહે ના છૂપું, રહો જ્યાં તમે તો બધુંયે રે જાણી
અંધકારે તો જ્યાં ઘેરાઉં, રહો છો તમે, તેજ તમારું પથરાવી
ધીમી કે ગતિ તેજ તો જીવનમાં, છે એ ગતિ તો તમારી
લાભ વિના ના મળે કાંઈ રે જગમાં, લેજો લાભ મારો તો વિચારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)