Hymn No. 2931 | Date: 12-Dec-1990
|
|
Text Size |
 |
 |
1990-12-12
1990-12-12
1990-12-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13919
જે કારણે આવ્યો તું જગમાં, રહેજે ના એ કારણથી રે, તું અજાણ
જે કારણે આવ્યો તું જગમાં, રહેજે ના એ કારણથી રે, તું અજાણ દુશ્મન નથી કાંઈ પ્રભુ તો તારા, નિત્ય આ મનથી તું જાણ કર્મે, કર્મે દેહ તેં તો બદલ્યો, સમજ જરા કર્મોનું તો તું ખેંચાણ જગની માયા તને જગથી તો બાંધશે, અનુભવશે સુખદુઃખની તાણ દેહ તો છે સંસારસાગરમાં પરપોટો, ફૂટશે એક દિન તો તું જાણ છોડી જગ પરપોટાની માયા, તારા નિજસ્વરૂપને તો તું જાણ જ્યાં કાયાની તને માયા લાગી, ત્યાગી કેટલી છે તું એનાથી પ્રમાણ આવતા જાતાં જોઈ રહ્યો છે સહુને, છે એનું તો એજ પ્રમાણ કાયા તો છે કર્મોથી બંધાયેલી, છે કર્મ માટે તો એનું નિર્માણ મનથી બંધાયો, મનથી છોડજે, છે રાહ એ તો સાચી રે જાણ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
je karane aavyo tu jagamam, raheje na e karanathi re, tu aaj na
dushmana nathi kai prabhu to tara, nitya a manathi tu jann
karme, karme deh te to badalyo, samaja jara karmonum to tu khenchana
jag ni maya taane jagathi toad bandhashe, anhavana
deh to che sansarasagaramam parapoto, phutashe ek din to tu jann
chhodi jaag parapotani maya, taara nijasvarupane to tu jann
jya kayani taane maya lagi, tyagi ketali che tu enathi pramana
aavata jatam toi ejayo che sahum johe karmune, toi
rahyo chheum bandhayeli, che karma maate to enu nirmana
manathi bandhayo, manathi chhodaje, che raah e to sachi re jann
|