જાણે છે ને સમજે છે જ્યાં તો તું, કે પ્રભુ દુશ્મન તો તારા નથી
કરજે વિચાર તો મનમાં તું જરા, કઈ મજબૂરી દેતા તને, એને અટકાવી ગયું
દીધું તને તો જ્યાં ઘણું, દેતા તારું માગ્યું, અચકાઈ જાવું એણે કેમ પડ્યું
દીધું તો જે અન્યને, ના દીધું એ તને, કઈ મજબૂરી, મજબૂર એને બનાવી ગયું
દેવું છે જ્યાં એણે, લેવું છે જ્યાં તારે, કયું કારણ દેતા એને અટકાવી ગયું
રહ્યો છે ફેરા જનમના તો તું ફરતો, કયું કારણ તને એ તો ફેરવી રહ્યું
વિશાળ હૈયાના પ્રભુને, કયું કારણ, માગ્યું દેતા તને, મજબૂર બનાવી ગયું
સમજીશ મજબૂરી જ્યાં તું પ્રભુની, સમજ દ્વાર હૈયાનું ત્યાં એ ખૂલી ગયું
કરશે દૂર તું જ્યાં કારણ એનું, અનુભવવા મળશે તો હૈયું એનું
કદમ-કદમ પર અનુભવીશ તું, પ્રેમભર્યું તો પ્રભુનું રે હૈયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)