Hymn No. 5908 | Date: 17-Aug-1995
|
|
Text Size |
 |
 |
ગાવા છે રે ગાવા છે, જીવનમાં મારે રે પ્રભુ, ગુણગાન તારા ગાવા છે દુઃખના ગાણા મારે ગાવા નથી (2)
Gaava Che Re Gaava Che, Jeevanama Mare Re Prabhu, Gungaan Taara Gaava Che Dukh Na Gaana Maare Gaava Nathi
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
ગાવા છે રે ગાવા છે, જીવનમાં મારે રે પ્રભુ, ગુણગાન તારા ગાવા છે દુઃખના ગાણા મારે ગાવા નથી (2) રહેવું છે જ્યાં મારે જીવનમાં આનંદમાં, હૈયાંમાં શોકને તો સ્થાન દેવું નથી - દુઃખના... જીવનમાં લાગણીના ઉછાળાની તો છે જરૂર, એમાં તણાવાની તો કાંઈ જરૂર નથી - દુઃખના... જીવનમાં હૈયાંનો ભાર ખાલી કરવાની છે જરૂર, ખાલી થયા પછી ભાર ભરવાની જરૂર નથી - દુઃખના... સુખ ને આનંદની જ્યાં કરવી છે લહાણી, દુઃખમાં હાથ ડુબાડવાની જરૂર નથી - દુઃખના... પ્રેમ પામવો છે, ને દેવો છે રે જગમાં, હૈયાંમાં વેરને સ્થાન ત્યાં દેવું નથી - દુઃખના... પહોંચવું છે મંઝિલે જીવનમાં જ્યાં, ધીરજને હૈયેથી ખોવી નથી - દુઃખના... મુસીબતોને મુસીબતો આવશે જીવનમાં, વાસ્તવિકતા ભૂલવી નથી - દુઃખના... વધવું છે જીવનમાં જ્યાં આગળ, સહુને સાચી રીતે ભુલાવ્યા વિના રહેવું નથી - દુઃખના... જોઈએ છે જીવનમાં જ્યાં શાંતિ, જીવનમાં હળીમળી રહ્યાં વિના રહેવું નથી - દુઃખના...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|